દેશી ધમાચકડી

શુભ – સંપૂર્ણ મોદીમય

Posted in ગમ્મત, નરેન્દ્ર મોદી, શુભ, હાસ્ય, Uncategorized by અશ્વિન on જૂન 3, 2014

મારા ત્રણ વર્ષના પુત્ર શુભ ના તાજેતર ના અમુક પ્રસંગો વખતે ની ટીપ્પણીઓ સાંભળીને એવું ચોક્કસપણે લાગે કે શુભ મોદીજી ને હવે બરાબર ઓળખી ગયો છે. છેલ્લા અમુક મહિના દરમિયાન મોદીજીના અનેક વિડિયો ટીવીમાં મારા જોવાથી શુભ પર કદાચ એની અસર નું કારણ ગણી શકાય.
ખાસ તો બે પ્રસંગો ની નોંધ લખવાની ઈચ્છા હું રોકી નથી શકતો.
1) મારી પત્ની દિવ્ય ભાસ્કર ની સાઈટ પર ઓન લાઈન સમાચાર વાંચતી હતી. તો પેજ પર બાજુમાં મોદીજી ના ફોટો સાથે કોઈ આર્ટીકલ ની લિંક હતી. એ ફોટો આ રહ્યો અહી:

modiwithhat

શુભ મારી પત્નીની બાજુ માં બેઠો હતો અને આ ફોટો જોઈ ને એ બોલ્યો: “મમ્મી, મોદી ટોપી”.
કદાચ એને એવું કહેવું હશે કે ટોપી પહેરેલા મોદી.

2) થોડા દિવસ પહેલા અમે ખરીદી પૂર્ણ કરી ને શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી નીકળતા હતા. શોપિંગ કોમ્પ્લેક્ષના પાર્કિંગ લોટમાંથી કાર ધીમે ધીમે હંકારી ને બહાર આવતા હતા કારણ કે લોકો પાર્કિંગ લોટ માંથી સ્ટોરમાં જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન એક દાઢીવાળા ભાઈ અમારી કાર ની આગળ થી રસ્તો ઓળંગતા હતા. આ ભાઈ ને સફેદ દાઢી હતી. એને જોઈ ને શુભ તરત બોલ્યો: “પપ્પા, પેલા ને જવા દેજો મોદીને”.
અમે ખડખડાટ હસી પડ્યા અને શુભ ને કહ્યું કે બેટા એ ભાઈ મોદી જેવા લાગે છે પણ મોદી નથી. મોદીજી ને અમેરિકા આવવાની કદાચ હજુ વાર લાગશે.

મોદી વીન

Posted in ગમ્મત, નરેન્દ્ર મોદી, રાજકીય, શુભ by અશ્વિન on મે 18, 2014

ભારત ની લોકસભા 2014 ની ચૂંટણી માં ભાજપ અને નરેન્દ્ર મોદી નો ભવ્ય અને ઐતિહાસિક વિજય થયો. નરેન્દ્ર મોદી ગંગા તટે પૂજા અને આરતી માટે ગઈ કાલે ગયા હતા અને હું TV માં એ જોતો હતો. મારી સાથે મારા ત્રણ વર્ષ નો પુત્ર શુભ બેઠો હતો. ત્યાં પોડિયમ પર ફુલો ના હાર વગેરે પડેલા હતા અને મોદીજી નું સંબોધન ચાલતું હતું. આ ફુલો ને જોઈ ને શુભ ના મન માં એક પ્રશ્ન થયો અને અમારી વચ્ચે નો સંવાદ કંઈક આવો હતો:
શુભ: પપ્પા આ શું છે?
હું: એ ફુલો અને ફુલો ના હાર છે.
શુભ: કેમ? એ કેમ ત્યાં પડેલા છે?
હું: એ આ લોકો જીતી ગયા ને એટલે.
શુભ: મોદી વીન? હેં પપ્પા મોદી વીન?
હું ખડખડાટ હસી પડ્યો અને બહુ ખુશ પણ થયો કે મારા પુત્ર ને પણ હવે મોદીજી વિષે જાણ છે.

Interesting economics of Super Bowl – the most watched event in the world

Posted in ગમ્મત, રમત-ગમ્મત, શું વાત કરો છો, Uncategorized by અશ્વિન on જાન્યુઆરી 31, 2013

Here are some interesting economics of Super Bowl – the most watched event in the world.

  1. The average resale ticket price starts from $3300. It can be as high as $300,000 for a suite. Travel costs, Hotel rates get marked up three to four times their regular rates during Super Bowl weekend.
  2. Companies that advertise during the Super Bowl get a boost to their share prices both before and after the game.
  3. Super Bowl event generates tons of garbage. Estimated 600 tons of greenhouse gases were produced at last year’s Super Bowl in Indianapolis.
  4. American employers lost $243 million for every 10 minutes employees spent talking about the Super Bowl instead of working. Employers lost estimated $1 billion in wasted work.
  5. More than 50% of adult Americans bet money on the game. 90% of people who bet lost money.
  6. For advertisers, it is prime time. A 30 second ad is sold for an average of $3.8 million.
  7. This most watched event in the world makes it a potential target for a terrorist attack.
  8. 180 million people are expected to watch the game this year on 3rd Feb 2013. 15% are planning to host a party and 27% are planning to attend a party.
  9. Americans will spend an average of $70 on merchandise and snacks for the game. People throwing parties will spend more.
  10. 7.5 million fans are upgrading their TV sets.

Courtesy: MarketWatch

કિષ્ના, પ્લીઝ સ્પોઈલ ધ મૂવી

Posted in ગમ્મત, હાસ્ય by અશ્વિન on ઓગસ્ટ 11, 2011

હું અને મારો મિત્ર, કુટુંબ-કબીલા સાથે, ફિલ્મ “ઝિંદગી ના મિલેગી દોબારા” જોવા ૨-૩ અઠવાડિયા પહેલા ગયા હતા.
ફિલ્મ બહુ જ કંટાળાજનક છે. લોકો ને શું હવે કોઈ નવી થીમ નહી મળતી હોય કે એ જ ચીલાચાલુ વસ્તુ પીરસ્યા કરે છે?
આખા મુવીનો કોઈ એવો ટ્રેક જ નથી કે આપણ ને એમ થાય કે અંત સુધી આ જોઈએ.
ફિલ્મ પૂરી થઇ જાય ત્યારે આપણ ને લાગે કે અત્યાર સુધી આપણ ને શું કામ બેસાડ્યા હતા અને આ ક્યારેય બરાબર ચાલુ જ થઇ ના હતી ત્યાં તો પૂરી પણ થઇ ગઈ.
૩ જણા ૩ રમતો રમે કે જેને “એડવેન્ચર સ્પોર્ટસ” કહે છે.
એક જણ ને થોડા સમય પછી અવઢવ થાય કે પોતાનું વેવિશાળ તો થયું પણ લગ્ન કરી શકે એ માટે એ ઢાંઢો હજી તૈયાર નથી.
બીજો એક જણ પોતાના અસલી પિતા ને શોધ્યા કરે છે અને મળ્યા પછી ખબર પડે છે કે એ લસણ નોતો મળ્યો એ જ બરાબર હતું.
ત્રીજો માણસ પોતાના ધંધા/બિઝનેસ પાછળ ગાંડો છે અને ઘણા બધા પૈસા કમાઈને ૪૦ વર્ષ પછી તેને નિવૃત્ત થવું છે.
બધી કંટાળાવાળી ડાયલોગબાજી માં વચ્ચે વચ્ચે હથોડાછાપ શાયરીઓ/કવિતાઓ આવ્યા કરે પાછી.
આ બધું ચાલી રહ્યું હતું ને અમે “હવે આવ્યા જ છીએ તો પૂરું કરીએ” ના ધોરણે બેઠા હતા.
તે દરમિયાનમાં એક મસ્ત મજા નો પ્રસંગ બની ગયો અને થિયેટર માં બેઠેલા બધા પ્રેક્ષકો ખડખડાટ હસી પડ્યા(અત્રે નોંધનીય છે કે આ થિયેટર ગુજરાતીઓ નું ગઢ ગણાય એવા વિસ્તાર માં આવેલું હોવાથી મોટા ભાગ ના પ્રેક્ષકો ગુજરાતી હતા).
જયારે ફિલ્મ શરૂ થાય ત્યારે આપણે બધાએ પેલી “પ્લીઝ, ડોન્ટ સ્પોઈલ ધ મૂવી બાય એડીંગ યોર ઓન સાઉન્ડટ્રેક” વાળી જાહેરાત તો જોઈ જ હશે.
ઘણા સ્ટેન્ડઅપ કોમેડીયનોને અમુક ડાયલોગબાજીમાં પોતાના ડાયલોગ ઘુસાડીને મિમિક્રી કરતા પણ આપણે જોયા/સાંભળ્યા જ છે.
પણ ખરેખર એવું ચાલુ મુવી માં અજાણતા બને ત્યારે તે કેટલો આનંદ આપે એનો અનુભવ આ વખતે થયો.
બન્યું એવું કે, એક વધુ પડતું ગંભીર(!!), એક પુત્ર(ફરહાન) અને તેના નાજાયઝ બાપ(!!)(નસીર) વચ્ચે ના બોરિંગ સંવાદ વાળું, દ્રશ્ય ચાલી રહ્યું હતું અને બધા ને બગાસા આવતા હતા.
તે જ વખતે મારા મિત્ર ના બંને પુત્રો, આર્યન અને કિષ્ના, પાણી ની બોટલ માટે કંઈક ઝગડતા હતા. એ લોકો નું ઝગડવાનું જો કે શાંતિ પ્રિય રીતે, બીજા લોકો ને ના સંભળાય એમ, ચાલતું હતું.
પણ અચાનક કિષ્નાનો બાટલો ફાટ્યો હશે કે તેનો અવાજ એક શબ્દ માટે જરા મોટો થઇ ગયો અને ફિલ્મ માં ચાલતા સંવાદ સાથે સરસ રીતે મિશ્ર થઇ ગયો કે જેને લીધે હાસ્ય ની એક લહેરખી પ્રસરી ગઈ.
આ રહ્યો એ ગંભીર સંવાદ:

नसीर:   तुम्हारे बारें में कई दफा सोचा मैंने…की…कभी न कभी, कही न कही शायद तुमसे मुलाकात होगी. पर ये नहीं समज पाया कभी भी की तुमसे मिलूँगा तो कहूँगा क्या.

फरहान:    सच कहिये.

नसीर:    सच होता क्या है. सब का अपना अपना वर्ज़न होता है सच का.
लुक, में पच्चीस साल का था. राहिला शायद मुझसे १-२ साल छोटी थी. उस उम्र से किसको ख्याल आता है कल का. We were just kids.
एक दिन राहिला ने मुझे बताया की She is expecting a baby. में उस जिम्मेदारी के लिए तैयार नहीं था. अब भी नहीं हूँ.

કિષ્ના:    ખોટું બોલે છે.

PIO Card – How to apply

Posted in રાજકીય, શુભ by અશ્વિન on ઓગસ્ટ 8, 2011

I am not a big fan of any of the Indian govt agencies including consulate because of their well known performance.
But I must say that I am delighted to get exceptionally good service from Indian consulate – NY and Travisa.
P.S. I am not affiliated in any way with either Indian consulate or Travisa.

I got the PIO card of my son in 7 business days after I sent the documents. I was continuously kept informed of the status by travisa at each stage of the process. This is probably the quickest service I have got so far for something from Indian consulate.

Here I am sharing my own experience. I am sure it will help you a lot if you are planning to apply for PIO card for yourself/someone.

First of all, you would be aware of the fact that Indian Consulate in New York has outsourced the handling of PIO applications to an external agency called Travisa Outsourcing.

I wanted to apply for PIO card for my new born son. I went through the application procedure and had lots of doubts and questions. I had multiple email exchanges with Travisa to get answers of my questions but never got any satisfied answer.

Travisa has put FAQ page on their website but that doesn’t help much for some of the basic and common questions.

When we are paying $200 for application itself, I am sure many people wouldn’t be concerned about the total cost involved to get PIO card.

So here is how I applied for the PIO card.

  • Prepare the documents
    1. Fill up the forms:
      • Order Form (fill up online on travisa site)
      • PIO Application Form (download, fill and print)
    2. Original US Passport of applicant
    3. Copy of the US passport of applicant
    4. Four 2×2 photos (how to get photos? Read below for detail..)
    5. Copy of applicant’s birth certificate showing parents’ names
    6. Copies of first three and last two pages of both parent’s Indian passports
    7. Proof of Address – Photocopy of Driver License of both parents
    8. Copy of I94 of both parents as visa status proof
    9. Prepaid return shipping label (how to get this? Read below for detail..)
    10. Money order of $200 payable to Travisa outsourcing(I bought it from Walmart for 60 cents fee)
    11. Print shipping label to mail your documents(Read below to get detail..)

    This may not be the complete list. Type of document may be different or additional documents may be required on case by case basis based on the status.

    Here is the more detail on how some of the above can be done with less hassle (and also probably little less burn on pocket):

  • Photos
    • Got digital camera? Good.
      Get applicant’s photo with white background on your digital camera.
      Go to epassportphoto.com.
      Select country as India and 2×2” photo, upload your photo.
      It gives a 4×6 copy with 6 of your 2×2” photos.
      Get it printed from your local pharmacy(cvs,ritead,walgreens – online or in store) for around 8-10 cents for one copy.
      Cut it and you will have 6 2×2” photos.

  • Prepaid return shipping label
    • – This can be done from any of the known services like USPS, FedEx, UPS etc.

      – I got it from FedEx. They give discount if we have our account with them.

      – Create an account on FedEx.com

      – Create shipping label. You can enter below for the information they ask:

        Weight: 0.5 lbs
        Ship Date: We don’t know when the PIO card will be ready and when they will ship it back. Since ship date is not known in advance, put the last date available there (I think after 10 days).
        Package type: FedEx Envelope
        Service type: FedEx Express Saver

      – Based on address, FedEx automatically detects whether it is a residential or commercial and apply rate according to that.

      – FedEx charged $13.48 for this in my case.

  • Print shipping label to mail your documents
    • – I printed a shipping label on USPS to mail my application documents to Travisa.

      – I chose Priority Flat Rate method and printed it online which also includes Tracking number at no additional cost. The charge to get this shipping label was $4.75.

    I mailed my documents on 6th June 2011 which USPS delivered to Travisa on 7th June 2011 morning.
    I started receiving the updates of the status from Travisa on 7th June.
    PIO card was ready on 14th June 2011 and they shipped it back to me which was delivered to my home the very next day i.e.15th June 2011.
    Below is the screenshot of each status they updated for my application.

    PIO Status

    Indeed a nice and smooth service.

    છેલ્લા ૭ મહિના ની થોડીક નોંધો

    Posted in અંગત, દેવ, શુભ, Parents by અશ્વિન on ઓગસ્ટ 5, 2011

    ૭ મહિના જેવો લાંબો સમય વીતી જવા પામ્યો છે છેલ્લી પોસ્ટ લખ્યાને.
    આ રહી અમુક નોંધો/વિશેષ નવા-જૂની આ ૭ મહિના ની:

    – મારા મમ્મી-પપ્પા ભારત થી ગયા ડીસેમ્બર માં અમેરિકા આવ્યા હતા.
    તેઓને નોર્થ-ઇસ્ટ માં ન્યુ-યોર્ક, વોશિન્ગટન, શેનેન્ડોહ વેલી(વર્જીનીયા માં) નો સ્કાય-લાઈન ડ્રાઈવ, નાયગ્રા ફોલ્સ વગેરે જેવા સ્થળો ની સફર કરાવી.
    ઘણી જગ્યાઓ, સમય ના અભાવે અને મારા ઓફીસમાંથી સમય ના મળવાના કારણે, બાકી રહી ગઈ છે પણ તે હવે બીજી વાર જયારે તેઓ આવે ત્યારે લેવામાં આવશે.
    – તેઓ ને અહી ફરવામાં ઘણો જ આનંદ આવ્યો અને નવો દેશ, નવી સંસ્કૃતિને નજીક થી જોવાનો તેમનો અનુભવ પણ સારો રહ્યો.
    – ઘણા લાંબા સમય પછી મેં મારા પપ્પા સાથે બેસી ને થિયેટર માં ફિલ્મ જોઈ. એમને હંમેશાથી એક્શન મુવી જોવાનો શોખ રહ્યો છે અને એ સમયે થિયેટરમાં ચાલતી નવી એક્શન મુવી “ફાસ્ટ-ફાઈવ” હોવાથી અમે તે જોઈ.
    – અને હા મારા મમ્મી ને પણ ખુબ જ મજા આવી. એમને જો કે તેમના ૩ પુત્રોમાંથી કોઈ એક અને પૌત્ર કે પૌત્રી સાથે હોય પછી બીજી કોઈ વસ્તુ ની ખાસ ઈચ્છા નથી હોતી. અને એમાય તેમની ખુશી અનેકગણી વધી ગઈ એટલે પૂછવું જ શું.
    – હા, મારી પત્ની એ સરસ ફૂલ જેવા બીજા પુત્ર ને ૩ જાન્યુઆરી, ૨૦૧૧ ના દિવસે જન્મ આપ્યો.
    અમે એનું નામ “શુભ” રાખ્યું છે.

    Shubh

    મારો પુત્ર શુભ


    હવે એ ૭ મહિના(૩ ઓગસ્ટે) નો થઇ ગયો છે અને મોટા ભાઈ “દેવ” સાથે તેણે પણ ધમાલ-મસ્તી ચાલુ કરી છે ધીમે ધીમે.
    શરૂઆત ના ૨-૩ મહિના અમને બધાને આખી આખી રાત જગાડીને રાતા પાણી એ રોવડાવેલા આ કુંવરે.
    પણ હવે એ ખરેખર ઘણો જ ડાહ્યો થઇ ગયો છે.
    – વધુ નવા-જૂની માં, ગયા ફેબ્રુઆરીમાં, મધ્યમ-વર્ગ ની માનીતી કહી શકાય એવી નવી-નક્કોર SUV કાર “ટોયોટા RAV-4” ખરીદવામાં આવી છે. ઘણી બધી વૈભવી કંપની ની કારોની ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી આપણી ઔકાત મુજબ હમણાં તો આ કાર પર પસંદગી ઉતારવામાં આવી છે.

    દેવ, ચૂપ રહેવું, જમવું ને એવું બધું…

    Posted in ગમ્મત, દેવ, હાસ્ય by અશ્વિન on ડિસેમ્બર 30, 2010

    હું, મારો ૫ વર્ષનો પુત્ર દેવ અને ઇંડિયા થી હમણાં આવેલા મારા પપ્પા, કાલે જ પૂરી થયેલી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ની હાઈલાઈટ્સ જોતા હતા.
    ક્રિકેટ માં હજુ નવી નવી (અ)સમજણ ધરાવતા દેવ ને ચોક્કા-છગ્ગા મારે તો જ મજા આવે બાકી થોડી વાર બેસી ને ઉભો થઇ જાય અને એની પ્રવૃત્તિ ચાલુ કરી દે.
    હાઈલાઈટ્સ જોતા જોતા રાબેતા મુજબ દેવ ના સવાલો નો મારો ચાલુ હતો.
    હું મોટા ભાગે ભોળા(!) અને નિર્દોષ ભાવે એના લગભગ બધા સવાલો ના જવાબો આપવાની બાહોશ કોશિશ કરતો હોવ છું અને સાથે સાથે એ પણ ધ્યાન રાખતો હોવ છું કે જવાબ આપતી વખતે નાના છોકરા ને પટાવતા હોઈએ એમ જવાબો ના ગોટા ના વાળું પણ હકીકત માં જે સાચું હોય તે સમજાવવાનો પ્રયત્ન કરું.

    તો આ રહ્યા દેવના સવાલો, મારા જવાબો અને દેવના પ્રતિ-સવાલો:

    સ: આણે કેમ હેલ્મેટ પહેરેલી છે અને બીજા બધાએ નથી પહેરી?
    જ: એ બેટિંગ કરે છે ને એટલે એના તરફ સ્પીડ માં બોલ આવે ત્યારે એને વાગી ના જાય એટલે. બીજા બધા ફિલ્ડીંગ કરે અને બોલ આવે ત્યારે પકડવાનો હોય.

    સ: (શોર્ટ લેગ પર હેલ્મેટ પહેરી ને ઉભેલા પુજારા ને જોઈ ને) તો આની પાસે તો બેટ નથી તોયે એણે કેમ હેલ્મેટ પહેરી છે?
    જ: એણે એકદમ બેટ્સમેન ની નજીક ઉભું રહેવાનું હોય એટલે બોલ વાગી ના જાય એટલે.

    સ: આણે કેમ પાટો બાંધ્યો છે? એને વાગ્યું હોય એટલે?
    જ: ના એણે હાથ ના પેડ બાંધ્યા છે, હાથ માં વાગે નહિ ને એટલે.

    સ: આ કોણ છે? (૨-૩ ખેલાડી સામે જોઈ ને)
    જ: આ સચિન છે, આ ઝહિર ખાન છે, આ ધોની છે.

    સ: (એ સવાલ કે જેનો પ્રતિ-સવાલ એકદમ અઘરો હતો અને જેણે મને આ પોસ્ટ લખવા પ્રેર્યો, હજી હસવું આવે છે) શ્રીસાંત(કે શ્રીસંત) સામે જોઈ ને, આ કોણ છે?
    જ: એ શ્રીસાંત છે.

    સ: (૫-૧૦ સેકંડ પછી) કેમ એ ચૂપ રહે એટલે?
    જ: …….. (મને ખબર ના પડી એના બાઉન્સર સવાલ ની અને મારું ધ્યાન જોવામાં હતું)

    સ: કેમ પપ્પા, એ ચૂપ જ રહેતો હોય એટલે?
    જ: ના એ ક્યાં ચૂપ રહે છે. એ તો બહુ ધમાલ કરે.

    હવે મારી પત્ની જે અત્યાર સુધી મૂક હતી, એને દેવ નો બાઉન્સર સમજાયો અને મને સમજાવ્યું.
    હું શ્રીસાંત એમ બોલ્યો, એમાં પાછળ નો “સાંત” શબ્દ દેવ ને “શાંત” જેવો લાગ્યો.
    એટલે એને થયું કે આ બાળક એની સરખામણીમાં વધુ શાંતિ રાખતો હશે અને ચૂપ રહેતો હશે.
    તેથી તેણે ઉપર મુજબ નો સવાલ કર્યો. અમે લોકો એટલું હસ્યા કે હજુ આજે પણ એ પ્રસંગ યાદ કરી ને હું હસું છું.

    આગળ વધીએ:
    સ: (લંચ ના સમય પર બધા ખેલાડી ચાલવા માંડ્યા એ જોઈ ને) આ બધા ક્યાં જવા માંડ્યા?
    જ: લંચ નો સમય થયો એટલે બધા જમવા જાય છે.

    સ: એ લોકો પણ જમે?
    જ: જમે તો ખરા જ ને બેટા. બરાબર જમે નહિ તો બરાબર રમી ના શકે.

    સ: ક્યાં જમવા જાય એ બધા?
    જ: ત્યાં એનો અલગ રૂમ હશે જમવા માટેનો એમાં.

    સ: એ લોકો શું જમે?
    જ: એ તો એ લોકો જે ખાતા હોય એ હશે બધું, રોટલી ને શાક ને એવું બધું…

    સ: આપણને કેમ નથી બતાવતા એ લોકો જમે તે.
    જ: (મન માં કીધું આપણે અહી એ લોકો ક્રિકેટ રમે એ જોવાના પૈસા અને સમય ખર્ચીએ છીએ, નહિ કે એ લોકોએ ગળચવા માટે કઈ પદ્ધતિ વિકસાવી છે એ જોવા…) આપણ ને એ ના બતાવે બેટા. એ લોકો રમતા હોય એ જ બતાવે.

    દિવાળીનું અનોખું આશ્ચર્ય…

    Posted in અંગત, ગમ્મત, દિવાળી, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on નવેમ્બર 12, 2010

    દિવાળીમાં ઘણા લોકો ને અલગ અલગ અનુભવો કે આશ્ચર્યો થતા હોય છે.
    મને પણ એક આવો અનુભવ આ દિવાળી માં થયો.
    વાત ખાસ મોટી નથી કે એટલી અનોખી પણ નથી. બીજા ને પણ આવા અનુભવો થયા હશે કે આવું બનતું રહેતું હશે.
    ગયા જુલાઈ મહિના માં અમે લોકો ભાડાનાં બીજા ઘરમાં રહેવા આવ્યા. ટાઉન એ જ છે પણ દેવ ની સ્કુલની થોડી વધુ નજીક ઘર લીધું.
    ભારતની જેમ અહીં દિવાળી ધામધૂમથી કે જાહેર માં ફટાકડા ફોડી ને ઉજવવામાં આવતી નથી.
    એટલે દિવાળીની સાંજે શેરીમાં રોજ ની જેમ એકદમ(પેલું કહેવાય ને કે… નિરવ) શાંતિ હતી. મારી પત્ની ૪-૫ દિવસ થી રોજ બહાર દીવા કરતી અને બારી પર નાની લાઈટ વાળી એક સિરીઝ પણ લગાડી હતી.
    દિવાળી ની સાંજના સાતેક વાગ્યા હશે અને હું હજી ઓફીસથી ઘરે આવ્યો ન હતો.
    અચાનક કોઈકે ડોરબેલ વગાડી.
    મારી પત્નીએ બારણું ખોલીને જોયું પણ કોઈ દેખાયું નહિ. આમ તેમ જોયું પણ કોઈ હતું જ નહિ.
    બારણાની બહાર એક બેગ પડેલી જોઈ. એને ડર લાગ્યો કે આ કોણ આવી બેગ આ રીતે મુકી ને જતું રહ્યું.
    ન્યુ યોર્ક ની સબ-વે ટ્રેનમાં વારંવાર જાહેરાત થયા કરતી હોય છે કે તમને કોઈ પણ જગ્યા પર બિનમાલિકી ની શંકાજનક વસ્તુ કે બેગ કે એવું કંઈ પણ દેખાય તો ચુપ ના રહેવું પણ તુરંત પોલીસ ને જાણ કરો.
    મારી પત્ની થોડી ગભરાઈ ગઈ અને તરત બારણું બંધ કરી દીધું. ટ્રેન વાળી જાહેરાત ને માન આપીને તેણે ચુપ ન રહેતા તરત પોલીસ ને તો નહિ પણ મને ફોન કર્યો.
    પણ એ દરમિયાનમાં હું ઘરે પહોંચી ગયેલો અને ડોરબેલ વગાડી.
    હજુ થોડીક વાર પહેલા જ તે બહાર તપાસ કરી ને અંદર ગયેલી અને તરત ફરી ડોરબેલ વાગી એટલે એ ગભરાઈ.
    ફોનમાં મેં કહ્યું કે હું છું, બારણું ખોલવાની કૃપા થાય તો અંદર આવું.
    મારી નજર નીચે પેલી બેગ પર ગઈ. મારી પત્ની એ બારણું ખોલ્યું અને કહ્યું કે હમણાં કોઈકે ડોરબેલ વગાડી પણ બહાર કોઈ ના હતું અને કોઈ આ બેગ મુકી ને જતું રહ્યું.
    મને કુતુહલ થયું કે આ વળી શું નવું ગતકડું છે.
    પણ ટ્રેન વાળી જાહેરાત ને માન આપી ને હું પણ થોડો સાવચેત થયો અને પેલી બેગ માં શું છે એ જોવા લાગ્યો.
    ઉપર એક કાર્ડ દેખાયું. કાઢી ને વાંચ્યું. વાંચ્યા પછી આખી પોલ ખુલી અને અમે લોકો ઘણું હસ્યા.
    ના, એ કોઈ પ્રતિકુળ ઋતુવાળું એપ્રિલ ફૂલ ન હતું.
    એ એક ગિફ્ટ બેગ હતી અને તેમાં ડ્રાય-ફ્રુટ્સ અને એક પાઈનેપલ હતું.
    એ કાર્ડ માં લખ્યું હતું કે:
    વહાલા નવા પડોશી, શેરી માં તમારું સ્વાગત છે. હેપ્પી દિવાળી(ફેસ્ટીવલ ઓફ લાઈટ્સ). હવે અમને ખબર પડી કે બારી પર તમે લાઈટ કેમ લગાડી છે. તમારી સામે ના ઘર વાળા.. બોબ અને રોઝમેરી.
    આ બોબભાઈ અને રોઝમેરીબેન તો ગઝબ નીકળ્યા. એલા કંઈક શુભેચ્છા પાઠવવા આવ્યા છો તો ડોરબેલ વગાડ્યા પછી બારણું ખુલે ત્યાં સુધી ઉભા તો રહો.
    આમને આમ છોકરાવ નો જીવ લેશો શું?(બચ્ચે કી જાણ લોગે ક્યાં…વાળું)
    મેં વળી બહાર નીકળી ને જોયું કે સામે કોઈ દેખાય તો એક વાર આભાર તો વ્યક્ત કરું. પણ બસ એજ નિરવ શાંતિ અને અંધારિયું વાતાવરણ. કોઈ દેખાય તો આભાર વ્યક્ત કરીએ ને.
    એ દિવસ થી લઇ ને આજ સુધી જયારે પણ ઘર ની બહાર નીકળું ત્યારે સામે જોઉં કે પેલા બોબભાઈ કે ગુલાબીબેન દેખાય તો થેંક યુ તો કહીએ. પણ કોઈ દેખાય તો ધોળિયા શેના.
    મને ખુશી એ વાત ની થઇ કે આ લોકો ને ધીમે ધીમે હવે ખબર તો પડે છે કે દિવાળી એ એક પ્રકાશ/તેજ નો અને આપણા માટે કેટલો મોટો તહેવાર છે.

    અપડેટ: આખરે બોબભાઈ અને રોઝમેરીબેન નો પત્તો લગાવી ને ક્રિસમસ પર એક ભેટ આપી દીધી છે.

    એક ટચુકડો સંવાદ

    Posted in ગમ્મત, સત્ય, હાસ્ય by અશ્વિન on સપ્ટેમ્બર 24, 2010

    કાલે સાંજે ઓફિસે થી ઘરે જતી વખતે પોર્ટ ઓથોરીટી પર ચાલતા ચાલતા સાંભળેલો, એક સ્ત્રી અને પુરુષ નો, ૨-૩ લાઈન નો ટૂંકો સંવાદ.
    સ્ત્રી: Does your wife cook? (તારી પત્ની રસોઈ બનાવે?)
    પુરુષ: Yes. (હા)
    સ્ત્રી: Daily evening? (રોજ સાંજે બનાવે?)
    પુરુષ: Yes. (હા)
    સ્ત્રી: You are very lucky. (તું ખુબ જ નસીબદાર છે.)

    હવે કલ્પના કરો કે કાઠીયાવાડ માં કોઈ આવો પ્રશ્ન કરે કે “તારી પત્ની રસોઈ બનાવે?” અને ઉપર થી પૂછે કે “રોજ બનાવે?” તો ભાયડા નો જવાબ શું હશે?

    ચાલો ઈ-મેઈલ ઈ-મેઈલ રમીએ…

    Posted in રમત-ગમ્મત, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 28, 2010

    આજે ફરી એક વાર ઓફીસ માં ધૂમ મચી છે. લોકોમાં હરીફાઈ લાગેલી છે કે કોણ આ સ્પામ જેવી એક ઈ-મેઈલ ચેઈન ને વધુ લાંબી કરે.

    વાત એમ બની છે કે થોડા દિવસ પહેલા કોઈ એક ગ્રુપ ના વ્યક્તિ એ કંઈક ઈ-મેઈલ કરેલો અને “CC” ના ખાના માં જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી માનું એકાદ મુકેલું.
    હવે આ ઈ-મેઈલ લાગતા-વળગતા લોકો અને એના સિવાય બીજા ઘણા હજારો લોકો ને પહોંચી ગયો.

    વિધિ ની વક્રતા તો જુઓ કે તે દિવસે શુક્રવાર હતો અને પબ્લિક બધી મૂડમાં હતી.
    થોડી વાર તો ઈ-મેઈલ નો ભાવ કોઈ એ પૂછ્યો નહિ પણ પછી એક જણા એ રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને આ ઈ-મેઈલ સાથે કોઈ લેવા-દેવા નથી આથી મારા જેવા નિર્દોષ માનવી ને આ ઈ-મેઈલ મેળવનાર ની યાદીમાંથી મહેરબાની કરી ને કાઢો.

    બસ પછી શું. પછી તો જાણે આગ લાગી.

    બીજા એક વ્યક્તિ એ વળી પાછું રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને પણ કાઢો, ત્રીજા એ, ચોથા એ એમ લોકો માંડ્યા ઈ-મેઈલ મોકલવા.
    વળી એક જણા એ જાણે બહુ મોટો ઈ-મેઈલ નો જાણકાર હોય એમ કહ્યું કે મહેરબાની કરી ને રીપ્લાય ટુ ઓલ ના કરો પણ બીજા બધા ને “BCC” માં નાખો. આ મહાશયે પોતે બધા ને “CC” માં નાખેલા જો કે.

    ઘણા લોકો એ બૂમ પાડી કે,

      આ અન્યાય છે, ને અપમાન છે, ને કોઈ છે અહી જે આ ચેઈન ને બંધ કરાવે, કોઈ ઈ-મેઈલ સર્વર ના એડમીન ને જાણ કરો, શુક્રવાર ની બપોર એકદમ કંટાળાજનક હતી પણ હવે નથી, ને બહુ મજા આવે છે ને એવું બધું જાત જાત નું.


    બધા એ પોત પોતાની યથા શક્તિ વડે ફાળો આપી ને એ ઈ-મેઈલ ચેઈન ને પૂરે પૂરો ન્યાય આપ્યો. ( મેં પણ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી ના ધોરણે ફાળો આપેલો)
    જોત જોતા માં ૧૫૦૦-૨૦૦૦ ઈ-મેઈલ થી બધા ના મેઈલબોક્ષ ભરાઈ ગયા અને શુક્રવાર ની બપોર બધા માટે આનંદદાયક બની રહી.
    તા.ક. એ બધા ઈ-મેઈલ મેં કાઢી નાખેલા એટલે વધુ યાદ નથી કે એમાં લોકો એ કેવું કેવું હાસ્યાસ્પદ લખેલું.

    પણ આજે ફરીથી ઈતિહાસ નું પુનરાવર્તન થયું છે – થોડા નાના પાયા પર જો કે.

    શું બન્યું આજે?
    થયું એવું કે એક અઠવાડિયા પહેલા અમારી ઓફીસ ના કેમ્પસમાં ના બધા ફોન બદલવામાં આવ્યા હતા.
    પણ તે પછી બધા ના હેડસેટ કામ કરતા બંધ થઇ ગયા અને બધા એ આ બાબત ની ફરિયાદ કરેલી.

    આનું નિરાકરણ આવતા, એડમીન વિભાગ માંથી એક વ્યક્તિ એ બધા ને ઈ-મેઈલ કરી ને જાણ કરી કે તમારા હાલ ના હેડસેટ ની માહિતી આપો એટલે આપણે એની માટે એડેપ્ટર લગાવીએ.
    આ વ્યક્તિ એ પણ પહેલા વાળા કેસ ની જેમ બધા નું જે જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી છે તેને “CC” માં નાખવાની ગુસ્તાખી કરી.

    ફરી થી કાળ નું ચક્ર ચાલુ થયું અને એક જણે રીપ્લાય ટુ ઓલ કરી ને પોતાના હેડસેટ ની માહિતી આપી.

    ચાલો જોઈએ આ પછી બીજા ઈ-મેઈલ માં લોકો એ શું શું લખ્યું:

    • રીપ્લાય ટુ ઓલ કરી ને જ બીજા એક ભાઈ સામાન્ય જ્ઞાન વહેચતા કહે છે કે તમારો ઈ-મેઈલ તમારી અને તમારે જેની સાથે વાત કરવી હોય તેના પુરતો જ સીમિત રાખો. ( ભાઈ તું રાખ ને પહેલા, ગામ ને શિખામણ આપતો)
    • એક બહેન લંડન થી કહે છે કે અમારા બધા હેડસેટ અહી લંડન માં મસ્ત ચાલે છે. તમને જો જોવો ગમે તો ૫ MB નો .bmp ફોટો મોકલું?
    • એક ભાઈ એ એના જવાબ માં પૂછ્યું છે કે હા તમારી મહેરબાની થશે જો મોકલશો તો. અને લંડન માં હાલ હવામાન કેવુંક છે? (તું અહિયાં ની કર ને ટોપા, લંડન જાણે રોજ સવારે જઈને સાંજે પાછું આવવાનું હોય એમ ચિંતા કરતો ખોટો)
    • બીજા એક ભાઈ આશા વ્યક્ત કરે છે કે હવે લંડન માં રાખ ના વાદળો વિખેરાઈ ગયા હશે.
    • આ ભાઈ કહે છે કે મિનેસોટા માં પણ અમારા બધા હેડસેટ, થોડા ઠંડા હોવા છતાં બહુ સરસ ચાલે છે. પણ અમારું ૩ કાણા વાળું પંચ ખોવાઈ ગયું છે. કોઈ એ જોયું છે? ( હા ડોફા, છેલ્લી વાર જયારે કોઈક ન્યુ-યોર્ક થી ત્યાં આવ્યું હશે ત્યારે લેતું આવ્યું હશે).
    • આ સાહેબ કહે છે કે, રાખ ના વાદળો માં હેડસેટ વાપરવું ખતરનાક છે. ચાલો આપણે બધા એક કવિતા ચાલુ કરીએ આ નાચીઝ હેડસેટ ના માન માં.
    • અને આ ભાઈ ની સમસ્યા કંઈક જુદી છે. એ કહે છે કે મેં મારું હેડસેટ કોમ્પ્યુટર ની આગળ આવેલા કાણા માં નાખ્યું તો કંઈક વિચિત્ર અવાજ આવ્યો અને હવે મારું આખું ક્યુબીકલ પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ મારે છે. મહેરબાની કરી ને કોઈક મદદ કરો.
    • એટલે એના જવાબ માં એક ભાઈ કહે છે કે પ્રોબ્લેમ ટીકીટ ઓપન કરો.
    • આ બધા માં વચ્ચે વચ્ચે ઘણા લોકો એ પોતાના “રીપ્લાય ટુ ઓલ ના કરો” એવા સામાન્ય જ્ઞાન ની વહેચણી ચાલુ જ રાખી હતી અલબત્ત બધા ને “CC” માં નાખી ને.

    લાગે છે કે આ વખતે ઈ-મેઈલ એડમીન એ આગોતરા પગલા લઇ ને આ ચેઈન ને વધુ લાંબી નથી થવા દીધી કારણ કે હાલ પૂરતા તો કોઈ ના મેઈલ આવતા બંધ થયા છે.(આ વખતે મેં મારા તરફ થી ફાળો આપવાની ઘસી ને ના પાડી દીધી છે.)