દેશી ધમાચકડી

એક ટચુકડો સંવાદ

Posted in ગમ્મત, સત્ય, હાસ્ય by અશ્વિન on સપ્ટેમ્બર 24, 2010

કાલે સાંજે ઓફિસે થી ઘરે જતી વખતે પોર્ટ ઓથોરીટી પર ચાલતા ચાલતા સાંભળેલો, એક સ્ત્રી અને પુરુષ નો, ૨-૩ લાઈન નો ટૂંકો સંવાદ.
સ્ત્રી: Does your wife cook? (તારી પત્ની રસોઈ બનાવે?)
પુરુષ: Yes. (હા)
સ્ત્રી: Daily evening? (રોજ સાંજે બનાવે?)
પુરુષ: Yes. (હા)
સ્ત્રી: You are very lucky. (તું ખુબ જ નસીબદાર છે.)

હવે કલ્પના કરો કે કાઠીયાવાડ માં કોઈ આવો પ્રશ્ન કરે કે “તારી પત્ની રસોઈ બનાવે?” અને ઉપર થી પૂછે કે “રોજ બનાવે?” તો ભાયડા નો જવાબ શું હશે?

Advertisements

જોડણી ની ઝમઝમાટ ઝંઝાળ

Posted in શું વાત કરો છો, સત્ય by અશ્વિન on મે 19, 2009

આપણામાંથી અમુક લોકોને ગુજરાતી જોડણી પર રીતસર નો ત્રાસ ગુજારવાનો ચસ્કો લાગ્યો છે.
એમના મત મુજબ જો એક જ પ્રકાર ની જોડણી વાપરવામાં આવે તો ગુજરાતી ભાષા લખવાનું સરળ બની જાય.
આવા આગ્રહને કારણે ઘણી વાર ગુજરાતી પ્રેમી બ્લોગરો વચ્ચે ચકમક ઝર્યા કરે છે.
પણ કંઇક લખવા માટે તમારે એ ભાષાના હાર્દ સાથે સમાધાન કરવું પડે તે એક રીતે સારું ના કહેવાય.
અને એક જ પ્રકાર ની જોડણી વાપરવા માટે તમારે ગુજરાતી એડિટર માં જે વૈતરું કરવું પડે એ પાછુ અલગ.
મારે જે કહેવું છે તે હું નીચે ના ઉદાહરણ દ્રારા સમજાવીશ.

ધારો કે તમારે નીચે નું વાક્ય કે જે ગીતા નો એક શ્લોક છે તે લખવું છે તમારા બ્લોગ માં.

જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઇ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે – એવા કેવળ યજ્ઞસંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઇ જાય છે.

આ વાક્ય લખવા માટે તમારે નીચે મુજબ ગુજરાતી એડીટરમાં લખવું પડે –

  ૧.

   jenee aasakti sarvathaa naash paamee chukee chhe, je dehabhimaan tatha mamatva vinano thai chukyo chhe, jenu chitt nirantar parmatmana gyanmam sthit rahe chhe – eva keval yagnasampadan ne arthe karm karnaar manushyana samast karmo poorna reete vileen thai jaay chhe.


પણ તમારે એક જ પ્રકારની જોડણી વાપરી ને લખવું હોય તો ઉપર નું વાક્ય લખવા માટે નીચે મુજબ લખવું પડે –

જેની આસક્તી સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભીમાન તથા મમત્વ વીનાનો થઇ ચુક્યો છે, જેનું ચીત્ત નીરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થીત રહે છે – એવા કેવળ યજ્ઞસંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વીલીન થઇ જાય છે.

ગુજરાતી એડિટરમાં આ વાક્ય લખવા માટે નીચે પ્રમાણે ટાઈપ કરવું પડે –

  ૨.

   jenee aasaktee sarvathaa naash paamee chukee chhe, je dehabheemaan tatha mamatva veenano thai chukyo chhe, jenu cheett neerantar parmatmana gyanmam stheet rahe chhe – eva keval yagnasampadan ne arthe karm karnaar manushyana samast karmo poorna reete veeleen thai jaay chhe.


એટલે એક નજરે જોઈએ તો ઈન્ટરનેટ પર ગુજરાતી લખાણમાં એક જ જોડણી વાપરવા માટે તમારે વધુ અક્ષરો ટાઈપ કરવા પડે અને વધુ મહેનત કરવી પડે.

હવે જો તમારે સાચી-ખોટી જોડણી ની માથાકૂટ માંથી છૂટવું જ હોય તો ગૂગલ નું ગુજરાતી એડિટર વાપરો.
ઉપર ના બીજા નંબરનું વાક્ય આ લીંક પર જઈ ને ટાઈપ કરો અને જુઓ.

  http://www.google.com/transliterate/indic/Gujarati


ગૂગલ નું ગુજરાતી એડિટર તમારા લગભગ બધા જ ખોટી જોડણીવાળા શબ્દો ને પણ સાચી જોડણીવાળા શબ્દો માં ફેરવી નાખે છે મિત્રો.
જેમ કે –

ટાઈપ કરો પરિણામ
asakti કે asaktee આસક્તિ
dehabhimaan કે dehabheeman દેહાભિમાન
vina કે veena વિના
chitt કે cheett ચિત્ત
nirantar કે neerantar નિરંતર
sthit કે stheet સ્થિત
vileen કે vilin કે veeleen વિલીન
vibhuti કે veebhutee વિભૂતિ
visvas કે veeshvas વિશ્વાસ
bhakti કે bhaktee ભક્તિ


તો ચાલો મિત્રો, ઉઠો જાગો અને ગુજરાતી ભાષા બચાવવા માટે તમે લખવાનું જે બીડું ઝડપ્યું છે તેમાં એક જ જોડણીની ઝંઝાળમાંથી છૂટીને જોડણી ને પણ બચાવો અને લખવામાં મંડ્યા રહો.

ઍકદમ સાચી વાત

Posted in સત્ય by અશ્વિન on એપ્રિલ 27, 2009

હમણા સ્વામી સચ્ચિદાનંદજી નુ વ્યાખ્યાન સાંભળતી વખતે બે વાત તેમણે બહુ સારી અને સાચી કહી.
૧. સાચી વાત કહેવા માટે બહુ આડંબર ની જરૂર નથી હોતી, સાચી વાત બહુ સરળ હોય છે અને બહુ સરળતાથી સમજાવી શકાય છે. પણ જ્યારે તમારી વાત મા સત્ય થોડુ અને બીજુ બધુ “ઘણુ” હોય છે ત્યારે તમારે ભાષા નો ઘણો બધો આડંબર કરવો પડતો હોય છે, બીજુ બધુ “ઘણુ” જોડવુ પડતુ હોય છે.

૨. શાસ્ત્રો માં લખ્યુ છે કે, હજાર ધર્મગુરુઑ ના સમજાવવાથી જે માણસ નથી સમજતો તેને ઍક સ્ત્રી જો તેની કલાત્મક રીતે સમજાવે તો પંદર મિનિટ માં સમજી જાય.

બીજા નંબર ની વાત આપણે બધા જાણીયે જ છીઍ પણ થોડીક તાજી થઈ જાય ઍટલે ઉલ્લેખ કર્યો અહી.