દેશી ધમાચકડી

જોડણી ની ઝમઝમાટ ઝંઝાળ

Posted in શું વાત કરો છો, સત્ય by અશ્વિન on મે 19, 2009

આપણામાંથી અમુક લોકોને ગુજરાતી જોડણી પર રીતસર નો ત્રાસ ગુજારવાનો ચસ્કો લાગ્યો છે.
એમના મત મુજબ જો એક જ પ્રકાર ની જોડણી વાપરવામાં આવે તો ગુજરાતી ભાષા લખવાનું સરળ બની જાય.
આવા આગ્રહને કારણે ઘણી વાર ગુજરાતી પ્રેમી બ્લોગરો વચ્ચે ચકમક ઝર્યા કરે છે.
પણ કંઇક લખવા માટે તમારે એ ભાષાના હાર્દ સાથે સમાધાન કરવું પડે તે એક રીતે સારું ના કહેવાય.
અને એક જ પ્રકાર ની જોડણી વાપરવા માટે તમારે ગુજરાતી એડિટર માં જે વૈતરું કરવું પડે એ પાછુ અલગ.
મારે જે કહેવું છે તે હું નીચે ના ઉદાહરણ દ્રારા સમજાવીશ.

ધારો કે તમારે નીચે નું વાક્ય કે જે ગીતા નો એક શ્લોક છે તે લખવું છે તમારા બ્લોગ માં.

જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઇ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે – એવા કેવળ યજ્ઞસંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઇ જાય છે.

આ વાક્ય લખવા માટે તમારે નીચે મુજબ ગુજરાતી એડીટરમાં લખવું પડે –

  ૧.

   jenee aasakti sarvathaa naash paamee chukee chhe, je dehabhimaan tatha mamatva vinano thai chukyo chhe, jenu chitt nirantar parmatmana gyanmam sthit rahe chhe – eva keval yagnasampadan ne arthe karm karnaar manushyana samast karmo poorna reete vileen thai jaay chhe.


પણ તમારે એક જ પ્રકારની જોડણી વાપરી ને લખવું હોય તો ઉપર નું વાક્ય લખવા માટે નીચે મુજબ લખવું પડે –

જેની આસક્તી સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભીમાન તથા મમત્વ વીનાનો થઇ ચુક્યો છે, જેનું ચીત્ત નીરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થીત રહે છે – એવા કેવળ યજ્ઞસંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વીલીન થઇ જાય છે.

ગુજરાતી એડિટરમાં આ વાક્ય લખવા માટે નીચે પ્રમાણે ટાઈપ કરવું પડે –

  ૨.

   jenee aasaktee sarvathaa naash paamee chukee chhe, je dehabheemaan tatha mamatva veenano thai chukyo chhe, jenu cheett neerantar parmatmana gyanmam stheet rahe chhe – eva keval yagnasampadan ne arthe karm karnaar manushyana samast karmo poorna reete veeleen thai jaay chhe.


એટલે એક નજરે જોઈએ તો ઈન્ટરનેટ પર ગુજરાતી લખાણમાં એક જ જોડણી વાપરવા માટે તમારે વધુ અક્ષરો ટાઈપ કરવા પડે અને વધુ મહેનત કરવી પડે.

હવે જો તમારે સાચી-ખોટી જોડણી ની માથાકૂટ માંથી છૂટવું જ હોય તો ગૂગલ નું ગુજરાતી એડિટર વાપરો.
ઉપર ના બીજા નંબરનું વાક્ય આ લીંક પર જઈ ને ટાઈપ કરો અને જુઓ.

  http://www.google.com/transliterate/indic/Gujarati


ગૂગલ નું ગુજરાતી એડિટર તમારા લગભગ બધા જ ખોટી જોડણીવાળા શબ્દો ને પણ સાચી જોડણીવાળા શબ્દો માં ફેરવી નાખે છે મિત્રો.
જેમ કે –

ટાઈપ કરો પરિણામ
asakti કે asaktee આસક્તિ
dehabhimaan કે dehabheeman દેહાભિમાન
vina કે veena વિના
chitt કે cheett ચિત્ત
nirantar કે neerantar નિરંતર
sthit કે stheet સ્થિત
vileen કે vilin કે veeleen વિલીન
vibhuti કે veebhutee વિભૂતિ
visvas કે veeshvas વિશ્વાસ
bhakti કે bhaktee ભક્તિ


તો ચાલો મિત્રો, ઉઠો જાગો અને ગુજરાતી ભાષા બચાવવા માટે તમે લખવાનું જે બીડું ઝડપ્યું છે તેમાં એક જ જોડણીની ઝંઝાળમાંથી છૂટીને જોડણી ને પણ બચાવો અને લખવામાં મંડ્યા રહો.

Advertisements

10 Responses

Subscribe to comments with RSS.

 1. Babu said, on મે 20, 2009 at 1:17 પી એમ(pm)

  એકદમ સાયન્ટિફિક અને લોજિકલ રીતે જોડણીના ધૂણતા ઝોડની ચોટલી પકડી લીધી તમે. અંગ્રેજી વર્ડ પ્રોસેસર જેવી ઑટોમેટિક જોડણી સુધારની ટેકનોલોજી (થેંકસ ટુ વિશાલ મોણપરા, કાર્તિક મિસ્ત્રી અને બીજા યુવાનો) પછી આ ઊંઝા-ફૂંઝાને આગળ કરતી દલીલો તદ્દ્ન નકામી બની જાય છે. જે લખવું છે એના પર ધ્યાન આપો અને બાકીની ઝંઝટ સ્પેલ ચેકર / એડિટર પર છોડો – જલસા કરો.

 2. બાબુભાઈની વાત સાથે ૧૦૦% સહમત.

  તમને જે લખવું છે તેના પર ધ્યાન આપો, બાકી સ્પેલચેકર સંભાળી લેશે!

 3. bazmewafa said, on મે 21, 2009 at 12:49 એ એમ (am)

  Well!

  How about saras spell checker?Try .It will help us alot.Now we do’nt have any valid excuse to rough Gujarati language.

 4. […] શ્રી વિનય  ખત્રીનાં ખાંખા ખોળા  દ્વારા અપાયેલી આ ગૂગલ ગુજરાતી એડિટર ની જાણકારી સાચી-ખોટી જોડણીની દ્વીધામાંથી મુક્ત કરશે..(abhaar Ashwin  https://kakadia.wordpress.com/2009/05/19/%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a3%e0%ab%80-%e0%aa%a8%e0%a…) […]

 5. Heena Parekh said, on મે 21, 2009 at 3:27 એ એમ (am)

  સરસ સંશોધન કર્યું. આ માટે ગુગલવાળાનો આભાર માનવો પડે.

 6. Kiran Trivedi said, on મે 21, 2009 at 4:56 એ એમ (am)

  That’s what finally Unza Jodni also axpact to achieve. Tamare je lakhvu chhe ena par dhyan aapo, jodni jo saral hoy to jodni ni mathakut j puri thai jay ne! Ane jodni tamare bloggero e j nathi lakhva ni hoti. Tame VIRTUAL Gujaratio to 0.01 % chho, 99.99% Gujaratio to REAL world ma chhe. Tamtamare aavi kshllak vato no aanad manao, jalsa karo… – Kiran

 7. Sabu said, on મે 21, 2009 at 8:20 પી એમ(pm)

  અલ્યા KT ડાહ્યો થયા વગર તારી પિપૂડી બંધ કરને ભઈલા. અમે 0.05 % લોકો વર્ટુઅલ વર્લ્ડમાં જીવીએ છીએ તો શાંતોથી જીવવા દેને. ક્ષુલ્લ્ક વાતોમાં ય તને રસ તો પડે જ છે ને ક્ષુદ્ર ? પેલા 99.99% રીયલ ગુજરાતીઓની કે જે બ્લોગિંગ નથી કરતા કે ઇન્ટર્ર્નેટ નથી વાપરતા એ અ-ક્ષુલ્લ્ક ગુજરતીઓની સાથે માથાકુટ કરને ભાઈ. બહુમતીની ચિંતા કરવામા આ લઘુમતિને કેમ રંજાડે છે? જીવ અને જીવવા દે.

 8. Gandabhai Vallabh said, on મે 22, 2009 at 3:41 પી એમ(pm)

  કેટલાક લોકોને કદાચ ઝડપથી લખવા માટે આ આપોઆપ સાચી જોડણી આપતી પદ્ધતી અનુકુળ ન પણ આવે. ઓછામાં ઓછા અંગ્રેજી અક્ષરો વડે ગુજરાતી લખી શકાય તો ગુજરાતી લખવાની ઝડપ વધે. યુનીકોડમાં એ રીતે લખવાનું પ્રોગ્રામીંગ પણ હવે ઉપલબ્ધ છે. જો કે હજુ એમાં વધુ સુધારા-વધારા કરવાને અવકાશ છે. મારી પાસે જે પ્રોગ્રામીંગ છે, એનાથી ઘણું ઝડપથી લખી શકાય છે, પણ મારા દીકરા તરલે એ કર્યું છે, જે ગુજરાતી લખી-વાંચી શકતો નથી. માત્ર ગુજરાતી અક્ષરો ઓળખી શકે છે. વળી જે અક્ષરો વધુ વપરાતા હોય તેને વધુ જલદી લખી શકાય એ રીતે મુકવામાં આવે તો લખવાની ઝડપ વધી શકે. આ બધું સંશોધન કોઈએ કર્યું છે કે કેમ તેની મને ખબર નથી.
  આમ છતાં જેમનો સાચી જોડણીનો આગ્રહ છે અને ઝડપથી લખવાની ચીંતા નથી તેમને માટે આ બહુ જ ઉપયોગી સાધન છે. એ માટે એ સહુને ધન્યવાદ.

 9. jjugalkishor said, on મે 25, 2009 at 9:07 પી એમ(pm)

  સાચે જ આ પેડ મજાનું છે. એક તો એમાં કશું ખાસ ધ્યાન આપવું પડતું નથી, ને દરેક સ્પેસ આપતાં જ ગુજરાતીમાં ફેરવાઈ જાય છે !! વળી જેમને જોડણીનો આગ્રહ છે તેઓ શંકા જાય કે તરત જ ચેક કરી જુએ એટલે કામ બની જ જશે.

  આજથી બે વર્ષ પહેલાં આમાંનું ક્યાં કશું હતું ? આજે આ ગુગલે કર્યું તે હજી વધુ સુધારાય તો કામ થઈ જશે. આ પેડ પર પણ હજી કેટલાક અઘરા શબ્દો સાચી રીતે લખાતા નથી, એવો મને અનુભવ થયો. પણ એનોય ઉકેલ આવશે.

  સૌને આ અને હજી વધુ આવી સગવડો મળતી રહે એવી શુભેચ્છાઓ. ગુગલ અને સૌ માટે અવેલેબલ કરી આપનાર સૌને ધન્યવાદ.

 10. Kartik Mistry said, on મે 27, 2009 at 12:51 પી એમ(pm)

  કોઇએ http://gujaratilexicon.com/OnlineSpellchecker ગુજરાતીલેક્સિકોન ઓનલાઇન સ્પેલચેકર ચકાસ્યું? તેમાં પણ આ સગવડ હવે ઉપલબ્ધ છે!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: