દેશી ધમાચકડી

ઍક હતું હાડકું…

Posted in શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on મે 13, 2009

ગુજરાતી ભાષામાં વ્યાકરણ ઘણું મહત્વનું છે અને અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે પણ બહુ જરૂરી છે તે આપણે બધા જાણીઍ છીઍ.

ગુજરાત મિત્ર પેપર માં ૧૩ મે, ૨૦૦૯ ના દિવસે ઍક સમાચાર હતાં કે વિશ્વની સૌથી વૃધ્ધ મહિલા નું મોત.
આ સમાચાર માં નીચે, નાના મથાળામાં ઍવી માહિતી આપી છે કે આ મહિલા બાથરૂમમાં પડી જવાથી તેનાં થાપાનું હાડકું ભાંગ્યુ હતું.
પણ વ્યાકરણ ના અપુરતા ઉપયોગ થી પહેલી નજરે ઍવુ લાગે છે કે ઍમનુ હાડકુ પડી ગયું અને ભાંગી ગયુ.
આમ ને આમ જ જો આપણા શરીરનાં અંગો માંથી હાડકા પડી જવાનું ચાલુ રહેશે તો ઘણી મુશ્કેલી સર્જાશે.
આપણાં દેશનાં બાથરૂમો, લોકોનાં હાડકાઓથી ઉભરાઇ જવાનો ભય રહેલો છે દોસ્તો.
આ તકલીફના નિવારણ માટે નીચેનાં ઉપાયોમાંથી કોઈ પણ ઍક ઉપાય અમલમાં મુકવાનું વિચારી શકાય –

  ૧. હાડકા નંખાવવાનુ બંધ કરો.
  ૨. બાથરૂમ બનાવવાનું બંધ કરો.
  ૩. બાથરૂમમાં જવાનું બંધ કરો.
  ૪. બાથરૂમમાં સ્ટાઈલ(ટાઈલ્સ) ની બદલે કારપેટ નંખાવવાનું રાખો જેથી હાડકું ભાંગે નહીં.
  ૫. બાથરૂમમાં જતાં પહેલા, હાડકાનું બરાબર પડીકું વાળીને કબાટમાં મુકી દો અને કામ પત્યા પછી પહેરી લો.

કેવો અર્થ નો અનર્થ!!

  oldest woman

  Advertisements

3 Responses

Subscribe to comments with RSS.

 1. સારું શોધી લાવ્યા!

 2. વાહ! વાહ! રમત રમતમાં બહુ મોટી વાત કહી નાખી. બાકી, તમે છાપું પણ ધ્યાનથી વાંચો છો એ બાબતનો ખ્યાલ આવી ગયો. એક વખત છાપાંવાળાંએ નરસિંહ મકવાણાના બદલે નરસિંહ મહેતાનો ઉલ્લેખ કરી નાખ્યો હતો. નરસિંહ મહેતાને રાજકારણી બનાવી દીધા.

 3. કુણાલ said, on એપ્રિલ 23, 2010 at 6:18 એ એમ (am)

  😀 … waah !!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: