દેશી ધમાચકડી

છેલ્લા ૭ મહિના ની થોડીક નોંધો

Posted in અંગત, દેવ, શુભ, Parents by અશ્વિન on August 5, 2011

૭ મહિના જેવો લાંબો સમય વીતી જવા પામ્યો છે છેલ્લી પોસ્ટ લખ્યાને.
આ રહી અમુક નોંધો/વિશેષ નવા-જૂની આ ૭ મહિના ની:

- મારા મમ્મી-પપ્પા ભારત થી ગયા ડીસેમ્બર માં અમેરિકા આવ્યા હતા.
તેઓને નોર્થ-ઇસ્ટ માં ન્યુ-યોર્ક, વોશિન્ગટન, શેનેન્ડોહ વેલી(વર્જીનીયા માં) નો સ્કાય-લાઈન ડ્રાઈવ, નાયગ્રા ફોલ્સ વગેરે જેવા સ્થળો ની સફર કરાવી.
ઘણી જગ્યાઓ, સમય ના અભાવે અને મારા ઓફીસમાંથી સમય ના મળવાના કારણે, બાકી રહી ગઈ છે પણ તે હવે બીજી વાર જયારે તેઓ આવે ત્યારે લેવામાં આવશે.
- તેઓ ને અહી ફરવામાં ઘણો જ આનંદ આવ્યો અને નવો દેશ, નવી સંસ્કૃતિને નજીક થી જોવાનો તેમનો અનુભવ પણ સારો રહ્યો.
- ઘણા લાંબા સમય પછી મેં મારા પપ્પા સાથે બેસી ને થિયેટર માં ફિલ્મ જોઈ. એમને હંમેશાથી એક્શન મુવી જોવાનો શોખ રહ્યો છે અને એ સમયે થિયેટરમાં ચાલતી નવી એક્શન મુવી “ફાસ્ટ-ફાઈવ” હોવાથી અમે તે જોઈ.
- અને હા મારા મમ્મી ને પણ ખુબ જ મજા આવી. એમને જો કે તેમના ૩ પુત્રોમાંથી કોઈ એક અને પૌત્ર કે પૌત્રી સાથે હોય પછી બીજી કોઈ વસ્તુ ની ખાસ ઈચ્છા નથી હોતી. અને એમાય તેમની ખુશી અનેકગણી વધી ગઈ એટલે પૂછવું જ શું.
- હા, મારી પત્ની એ સરસ ફૂલ જેવા બીજા પુત્ર ને ૩ જાન્યુઆરી, ૨૦૧૧ ના દિવસે જન્મ આપ્યો.
અમે એનું નામ “શુભ” રાખ્યું છે.

Shubh

મારો પુત્ર શુભ


હવે એ ૭ મહિના(૩ ઓગસ્ટે) નો થઇ ગયો છે અને મોટા ભાઈ “દેવ” સાથે તેણે પણ ધમાલ-મસ્તી ચાલુ કરી છે ધીમે ધીમે.
શરૂઆત ના ૨-૩ મહિના અમને બધાને આખી આખી રાત જગાડીને રાતા પાણી એ રોવડાવેલા આ કુંવરે.
પણ હવે એ ખરેખર ઘણો જ ડાહ્યો થઇ ગયો છે.
- વધુ નવા-જૂની માં, ગયા ફેબ્રુઆરીમાં, મધ્યમ-વર્ગ ની માનીતી કહી શકાય એવી નવી-નક્કોર SUV કાર “ટોયોટા RAV-4” ખરીદવામાં આવી છે. ઘણી બધી વૈભવી કંપની ની કારોની ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી આપણી ઔકાત મુજબ હમણાં તો આ કાર પર પસંદગી ઉતારવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.